આ દેશે પેદા કર્યા પતંજલિ અને નાગાર્જુનને. ઈતિહાસમાં સૌપ્રથમ પ્રાણીકથાઓની ફેન્ટેસી ભારતે પંચતંત્ર અને હિતોપદેશથી રજૂ કરી. અહીં શ્વાસ લીધો ગોરખનાથ અને વલ્લભાચાર્યે. અહીં અનાહત નાદનું અનુસંધાન કર્યું શંકરાચાર્ય અને નરસિંહે ! અહીં ગૂંજ્યા કબીર ને મીરાના ગીત. અહીંની ભૂમિ પર પેદા થઇ જગતના ચાર - ચાર ધર્મવ્યવસ્થા બૌદ્ધ, જૈન, શીખ અને હિન્દુ. અને અહીં સ્વીકારવામાં આવ્યા ઉદારતાથી ઈસ્લામ, ખ્રીસ્તી, પારસી, યહૂદી ધર્મને પણ ! ભારત પ્રચલિત અર્થમાં ધાર્મિક રાષ્ટ્ર નથી કારણ કે, રેશનલ છે. કૃષ્ણ, નચિકેતા, ધુ્રવ, પ્રહલાદ બધા જ વડીલશાહી આજ્ઞાાઓ સામે પડકાર ફેંકે છે. એ આયાતી સેક્યુલર દેશ પણ નથી. કારણ કે, અહીં કણ કણ અને ક્ષણ ક્ષણમાં આસ્થા છે. નદીઓ અને પર્વતો, ચાંદા અને સૂરજને પણ મહોબ્બત થાય છે. ઘર-પરિવારના સભ્ય જેવું સ્થાન તુલસીના ક્યારે કે ગાયને અપાય છે. આ ભૂમિએ ઉજવ્યો વિશ્વમાં પહેલી વખત વિસર્જનનો ગણેશોત્સવ. અહીં રચાય છે, જગતનો નવરાત્રિ જેવો સૌથી લાંબો સોંગ એન્ડ ડાન્સ ફોક ફેસ્ટિવલ કમ કાર્નિવલ. અહીં સૌંદર્યના સોળ શણગાર સોળ સંસ્કારથી સમાંતર ઘડાયા. સેક્સોલોજીનું નામ પણ નહોતું સાંભળ્યું કોઇએ એ પહેલા અહીં ...
Comments
Post a Comment