આ દેશે પેદા કર્યા પતંજલિ અને નાગાર્જુનને. ઈતિહાસમાં સૌપ્રથમ પ્રાણીકથાઓની ફેન્ટેસી ભારતે પંચતંત્ર અને હિતોપદેશથી રજૂ કરી. અહીં શ્વાસ લીધો ગોરખનાથ અને વલ્લભાચાર્યે. અહીં અનાહત નાદનું અનુસંધાન કર્યું શંકરાચાર્ય અને નરસિંહે ! અહીં ગૂંજ્યા કબીર ને મીરાના ગીત. અહીંની ભૂમિ પર પેદા થઇ જગતના ચાર - ચાર ધર્મવ્યવસ્થા બૌદ્ધ, જૈન, શીખ અને હિન્દુ. અને અહીં સ્વીકારવામાં આવ્યા ઉદારતાથી ઈસ્લામ, ખ્રીસ્તી, પારસી, યહૂદી ધર્મને પણ ! ભારત પ્રચલિત અર્થમાં ધાર્મિક રાષ્ટ્ર નથી કારણ કે, રેશનલ છે. કૃષ્ણ, નચિકેતા, ધુ્રવ, પ્રહલાદ બધા જ વડીલશાહી આજ્ઞાાઓ સામે પડકાર ફેંકે છે. એ આયાતી સેક્યુલર દેશ પણ નથી. કારણ કે, અહીં કણ કણ અને ક્ષણ ક્ષણમાં આસ્થા છે. નદીઓ અને પર્વતો, ચાંદા અને સૂરજને પણ મહોબ્બત થાય છે. ઘર-પરિવારના સભ્ય જેવું સ્થાન તુલસીના  ક્યારે કે ગાયને અપાય છે.

આ ભૂમિએ ઉજવ્યો વિશ્વમાં પહેલી વખત વિસર્જનનો ગણેશોત્સવ. અહીં રચાય છે, જગતનો નવરાત્રિ જેવો સૌથી લાંબો સોંગ એન્ડ ડાન્સ ફોક ફેસ્ટિવલ કમ કાર્નિવલ. અહીં સૌંદર્યના સોળ શણગાર સોળ સંસ્કારથી સમાંતર ઘડાયા. સેક્સોલોજીનું નામ પણ નહોતું સાંભળ્યું કોઇએ એ પહેલા અહીં કામસૂત્ર અને અનંગરાગ રચાયા. અહીં બધું છોડીને ત્યાગમૂર્તિ બન્યા તીર્થંકરો, ને અહીં જ ઈશ્વર વિના જ ભક્તિસંઘ રચ્યો બુદ્ધે! જીવન કાંટા અને પુષ્પ, પાણી અને પથ્થર, પ્રકાશ અને અંધકાર, નર અને નારી જેવા અસંખ્ય પરસ્પર વિરોધી લાગતા તત્વોમાં વ્યક્ત થાય છે. એ 'મલ્ટી મિલિયન એક્સપ્રેશન્સ' આવા વિરોધાભાસોના સસ્મિત સ્વીકારમાં ભારતે જોયા.

Comments

Popular posts from this blog

અમે પ્રેમિકો હાડપિંજર તણા- પૂજારી સડેલાં કલેવર તણાં. અમે માનવીને પશુ સમ નચવીએ, ’પ્રભુ’ શબ્દ બોલીને પંખી પઢવીએ, પૂરા અંધને સ્વર્ગ ચાવી અપવીએ, અમે ગારુડી ધર્મતર્કટ તણા- મદારી ખરા લોકમર્કટ તણા. અમે દેવમૂર્તીની માંડી દુકાનો, કિફાયત દરે વેચીએ બ્રહ્મજ્ઞાનો, પ્રભુધામ કેરા ઊડવીએ વિમાનો: અમે પાવકો પાપગામી તણા - પ્રવાહો રૂડા પુણ્યગંગા તણા. અમે ભોગનાં પૂતળાં તોય ત્યાગી, છયે રાગમાં રક્ત તોયે વિરાગી, સદા જળકમળવત અદોષી અદાગી: અમે દીવડા દિવ્યજ્યોતિ તણા – શરણધામ માનવફૂદાંઓ તણા. અમારી બધી લાલસાઓની તૃપ્તિ થકી, પામરો મેળવો સદ્ય મુક્તિ ! સમર્પણ મહીં માનજો સાચી ભક્તિ: અમે તો ખપર વાસનાઓ તણા- ભ્રમર અંધશ્રદ્ધાની બાગો તણા. શ્રીમંતો, સ્ત્રીઓ, વહેમીઓના બનેલા ઊભા – જો ! અમારા અડગ કોટકિલ્લા; વૃથા છે સુવિદ્યા તણા સર્વ હલ્લા : અમે શત્રુઓ બુદ્ધિના સત્યના- અચલ થાંભલા દેશદાસત્વના. - ઝવેરચંદર મેઘાણી, વર્ષ 1929